નવી દિલ્હીઃ આર્મીના કોલકાતા સ્થિત કમાન્ડ હોસ્પિટલના એક કર્નલ રેંકના ડોક્ટર અને દેહરાદૂન સ્થિત જેસીઓ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. ખાસ વાત એ છે કે આ બન્નેએ હાલમાં જ દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. આ જ કારણ ચે કે જે જે સૈનિકોના સંપર્કમાં આ બન્ને આવ્યા હતા તેને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.


જાણકારી અનુસાર, કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ મળી આવેલ કર્નલ રેંકના ડોક્ટર સેનાના પૂર્વ કમાંડની મિલિટ્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. સંક્રમિત મળી આવ્યા બાદ પીડિત કર્નલને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દેહરાદૂન સ્થિત જેસીઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

સેના અનુસાર, બન્ને સંક્રમિત સૈન્ય અધિકારી સ્વસ્થ અને સ્થિર છે, પરંતુ કારણ કે બન્નેને કોરોના પોઝિટિવ આવતા પહેલા પોતાના કામ માટે દિલ્હીના પ્રવાસે ગયા હતા અને તેમના સંપર્કમાં આવેલ તમામ સિવિલ અને મિલિટ્રી અધિકારીઓની ઓળક કરી તેમને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

આર્મીમાં કોરોનાના હવે ત્રણ કેસ

તમને જણાવીએ કે, આર્મીમાં કોવિડ-19ના હવે ત્રણ કેસ થઈ ગયા છે. આ પહેલા લદ્દાખમાં હાજર એક સૈનિકની લેહ સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમના પિતાએ હાલમાં જ ઈરાનનો પ્રવાસ કર્યો હતો અને તે પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સૈનિક રજા પર પોતાના ઘરે ગયા હતા. જોકે આર્મીએ એ અહેવાલને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીનગર સ્થિત ટેરિટોરિયલ આર્મીનો એક જવાન પોઝિટિવ મળી આવ્યો છે. આર્મીના શ્રીનગર સ્થિત પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા અનુસાર, જવાનમાં કેટલાક લક્ષણ મળી આવ્યા હતા પરંતુ તે ટેસ્ટમાં નેગેટિવ મળી આવ્યા હતા.

બીએસએફમના કમાન્ડેન્ટ પણ પોઝિટિવ મળી આવ્યા

બીજી બાજુ બીએશએફના કમાન્ડેન્ટ પણ પોઝિટિવ મળી આવ્યા છે. આ કમાન્ડેન્ટ બીએસએફની મધ્યપ્રદેશ સ્થિત ટેકનપુર એકેડમીમાં કામ કરે છે અને તેમની પત્ની થોડા દિવસ પહેલા જ ઇંગ્લેન્ડથી પરત ફરી હતી. આ કમાન્ડેન્ટ બીએસએફની ટેકનપુર સ્થિતિ કોરાન્ટાઈન ફેસિલિટીના ઇન્જાર્જ પણ હતા.

મુંબઈ એરપોર્ટ પર હાજર સીઆઈએસએફના જવાન પણ કોરોના પોઝિટિવ

તમને જણાવીએ કે, શનિવારે અહેવાલ આવ્યા હતા કે મુંબઈના એરપોર્ટ પર હાજર સીઆઈએસએફના જવાન પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. જવાનને થોડા દિવસ પહેલા જ લક્ષણ જોવા મળ્યા બાદ આઈસોલેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા અને પોઝિટિવ આવવા પર મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.