નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 903 થઈ છે અને 14 લોકોના મોત થયા છે. આજે દિલ્હીમાં નવા 183 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે.




કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં શુક્રવાર સુધીમાં મૃતકોની સંખ્યા 96 હજાર 344 થઈ ગઈ છે. આ આંકડા એએફપીએ ભારતીય સમયઅનુસાર સાંજે સાડા ચાર વાગ્યે જાહેર કર્યા છે. ચીનમાં ડિસેમ્બરમાં પ્રથમ વખત કોરોના વાયરસનો કેસ સામે આવ્યા બાદ 193 દેશ અને ક્ષેત્રોમં 16 લાખ 5250થી વધુ કેસ સામે આવ્યા છે. આ કેસમાંથી ત્રણ લાખ 31 હજાર લોકો સ્વસ્થ થયા છે. રાષ્ટ્રીયય પ્રાધિકારો અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી આપવામાં આવેલી સૂચનાના આધારા એએફપીની તરફથી જાહેર આ સંખ્યાની તુલનામાં વાસ્તવિક આંકડા વધુ હોય શકે છે. ઘણા દેશ માત્ર ગંભીર કેસની તપાસ કરી રહ્યા છે.

મુંબઈમાં કોરોના વાયરસના 218 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 993 પર પહોંચી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 64 પર પહોંચ્યો છે.

કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 896 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 6761 થઈ છે.