લોકડાઉન 14 એપ્રિલથી આગળ વધતી અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટોના બુકિંગને 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. શુક્રવારે એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો માટે બુકિંગ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
કોરોના વાયરસ ભારત સહિત દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 3108થી વધુ કેસો સામે આવ્યો ચૂક્યા છે, જેમાંથી 62 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે.
આ પ્રકારે સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 લાખ 56 હજાર 770થી વધુ થઈ ચૂકી છે, જેમાંથી 55 હજાર 780થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ વૈશ્વિક મહામારીથી સૌથી વધુ ઝપેટમાં ઇટલી છે, જ્યાં 13 હજાર 914થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારબાદ બીજા નંબર પર સ્પેન છે, જ્યાં મરાનારઓની સંખ્યા 10 હજાર 934 પર થઇ ચૂકી છે.