નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વઘી રહી છે. તેની વચ્ચે ગૃહમંત્રાલયે આજે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (SDRMF)થી રાજ્યોને 11,092 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેથી ક્વોરન્ટાઈન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા સરળતાથી કરી શકાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, આજે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને SDRMF હેઠળ રૂપિયા ફાળવ્યા છે. જેનાથી ક્વારેન્ટીન સેન્ટર, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ, લેબોરેટરી તથા પર્સનલ ઈક્વિપમેન્ટ ખરીદવામાં મદદ મળશે.



આ પહેલા ગુરુવારે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ સામે લડવા માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બીજીવખત વીડિયો કોન્ફ્રેંસિગ દ્વારા મીટિંગ કરી હતી અને મદદ માટે આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 2900થી વધુ લોકો વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે અને 62 લોકોના મોત થયા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે 212 દર્દીઓ સાજા થઈ ગયા છે.