Corona Update: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. કેટલાય રાજ્યોએ આને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે દેશની કૉવિડ ઇમર્જન્સી રણનીતિ તૈયારીઓ કરનારા અધિકારીઓની ટીમે કેન્દ્ર સરકાર ચેતાવણી આપી દીધી છે. તેમને કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 50 હજારથી વધુ ના જવી જોઇએ. તેમને કહ્યું કે, કોરોના કેસને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવા જોઇએ.
અધિકારીઓએ કહ્યું કે, કૉવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન 4 થી 5 લાખ કેસ પ્રતિદિવસ સામે આવી શકે છે. આવામાં કૉવિડ-19 રસીકરણ અભિયાન વધુ ઝડપથી ચલાવવાની જરૂર છે. આ ઉપરાંત હૉસ્પીટલો મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વધારવાની જરૂર છે. તેમને કહ્યું કેક જો લહેર દરમિયાન ઓછામાં ઓછા બે લાખ બેડની વધુ જરૂર પડશે. આમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશ (33 હજાર) બેડની જરૂર પડશે. આ પછી મહારાષ્ટ્રમાં (17,865), બિહારમાં (17,480), પશ્ચિમ બંગાળમાં (14,173) અને મધ્યપ્રદેશમાં (12,026) બેડની જરૂર પડી શકે છે.
જલ્દી તૈયાર કરવામાં આવે 20 હજાર આઇસીયુ બેડ-
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કૉવિડ-19ના પેકેજ અંતર્ગત લગભગ 20 હજાર નવા આઇસીયુ બેડ તૈયાર કરવામાં આવશે. આમાંથી 20 ટકા બેડ પીડિયાટ્રિક બેડ હશે. દરેક જિલ્લામાં એક પીડિયાટ્રિક યૂનિટ પણ બનાવવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 8800થી વધુ એમ્બ્યૂલન્સની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. આ સમયે દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધુ હશે. કુલ 4 લાખ 8 હજાર લોકો હજુપણ કોરના વાયરસથી સંક્રમિત છે. જેનો ઇલાજ ચાલી રહ્યો છે. મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી ત્રણ કરોડ 13 લાખ 32 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 20 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી વાત એ છે કે 3 કરોડ 5 લાખ 3 હજાર લોકો ઠીક પણ થઇ ગયા છે.
1.34 ટકા છે દેશમાં કોરોનાનો મૃત્ય દર-
દેશમાં કોરોનાથી મૃત્યદર 1.34 ટકા છે. જ્યારે રિક્વરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત સાતમા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલેલ ભારત બીજા નંબર પર છે, જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી સૌથી વધુ મોતો ભારતમાં થઇ છે.