Corona Weekly Report: ભારતમાં ગત સપ્તાહે કોરોનાના એક લાખથી વધારે કેસ નોંધાયા. 18 જુલાઈથી 23 જુલાઈ સુધીના આંકડા મુજબ એક સપ્તામાં કોરોનાના એક લાખથી વધારે કેસ આવ્યા અને 250થી વધુ લોકોના મોત થયા. 18-23 જુલાઈમાં 274 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો તો 1 લાખ 38 હજાર કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 21 જુલાઈએ 21,880 નવા કેસ સામે આવ્યા હતા અને 22 જુલાઈએ સૌથી વધુ 67 લોકોના મોત થયા હતા.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,866 નવા કેસ નોંધાયા છે અને 41 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 18,148 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસ 1.50 લાખ થયા છે. જ્યારે દૈનિક પોઝિટિવીટ રેટ 7.03 ટકા થયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1,50,877 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,074 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,32,28,670 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 202, 17,66,615 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 16,82,390 ડોઝ ગઈકાલે અપાયા હતા.




જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા



  • 24 જુલાઈએ 20,279 નવા કેસ નોંધાયા હતા અને 36 સંક્રમોએ જીવ ગુમાવ્યો.

  • 23  જુલાઈએ 21,411 નવા કેસ નોંધાયા અને 67 લોકોના મોત થયા.

  • 22 જુલાઈએ 21,880 નવા કેસ નોંધાયા અને 60 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

  • 21 જુલાઈએ 21,566 કેસ નોંધાયા હતા.

  • 20  જુલાઈએ 20,447 નવા કેસ નોંધાયા હતા.

  • 19 જુલાઈએ 15,528 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયાહતા.

  • 18 જુલાઈએ 16,935 નવા કેસ નોંધાયા અને 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 17 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 49 સંક્રમિતોના મોત થયા.

  • 16 જુલાઈએ 20,514 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.

  • 15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.

  • 14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.

  • 13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા

  • 12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.

  • 11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.

  • 10 જુલાઈએ 257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.

  • 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.

  • 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.

  • 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.

  • 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.

  • 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.

  • 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.