નવી દિલ્હીઃ દેશમાં વધતું કોરોના વાયરસનું સક્રમણ હવે સેનાના જવાનોને પણ ચપેટમાં લઈ રહ્યું છે. રવિવારે સેનાના બે નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યાં હતાં. જેમાં કોલકાત્તામાં કર્નલ રેન્કના સેનાના ડોક્ટર અને દહેરાદૂનમાં જૂનિયર કમીશન અધિકારીનો સામેલ છે. આ સાથે જ સેનામાં કોરોના વાયરસના સંક્રમણના મામલા વધીને ત્રણ પર પહોંચી ગયા છે. આ પહેલા રજામાં ઘરે ગયેલા સેનાના એક જવાનને કોરોના વાયરસનું સંક્રમણની પુષ્ટી થઈ હતી.




રવિવારે કોલકાત્તાના આર્મી મેડિકલ કોરના કર્નલ રેન્કના ડોક્ટરને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ સેનાના ઈસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલમાં તૈનાત છે. તેઓ 19 માર્ચ દિલ્હીથી પરત ફર્યા હતાં. તેઓને હાલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.



રવિવારે દહેરાદુનમાં તૈનાત જૂનિયર કમીશન અધિકારીને પણ કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટી થઈ છે. 47 વર્ષી જેસીઓનો યાત્રા સંબંધી કોઈ ઈતિહાસ નથી.