નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની સંખ્યા 3108 પહોંચી ગઈ છે. જ્યારે 62 લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સમગ્ર દેશમાં 2301 કોરોના વાયરસ કેસ સામે આવી ચૂક્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કહેરથી હાહાકાર મચી ગયો છે.

કેરળ-295, મહારાષ્ટ્ર-490, કર્ણાટક-128, તેંલગાણા-229, ગુજરાત-95, રાજસ્થાન-179, ઉત્તર પ્રદેશ-174, દિલ્હી-386, પંજાબ-53, તમિલનાડુ-411, હરિયાણા-58, મધ્ય પ્રદેશ-154, જમ્મુ-કાશ્મીર-75, પશ્ચિમ બંગાળ-53, આંધ્ર પ્રદેશ-164, લદ્દાખ-14, બિહાર-31, ચંદીગઢ-18, આંદોબાર અને નિકોબાર-10, છત્તિસગઢ-9, ઉત્તરાખંડ-16, ગોવા-6, ઓડિશા-20, હિમાચલ પ્રદેશ-6, મિઝોરમ-1, પોંડેચેરી-5, મણીપુર-2, અરુણાચલ પ્રદેશ-1, આસામ-23 અને ઝારખંડ-2 કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસોમાં તબલિગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાં ઘણા તબલિગી જમાત સાથે જોડાયેલા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 336 કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધ્યા છે. આવી ઘટનાના કારણે તમામ પ્રયત્નો ફેઈલ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 129 તબલિગી જમાત સાથે જોડાયેલ છે. આપણે સમજવું પડશે કે કોરોનો સામે લડાઇ ચાલી રહી છે. આવામાં આપણી એક ભૂલના કારણે આપણે પાછળ જતા રહીશું.

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, તબલિગી જમાતના 960 વિદેશીઓના વિઝા કેન્સલ કરી દેવામાં આવ્યા છે. તેમને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયના અધિકારી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કસ પર હુમલાના મામલામાં સખત કાર્યવાહી કરવા જણાવ્યું છે. તમામ રાજ્ય સરકારોને કોરોના સામેની લડાઈમાં સામેલ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.