ચેન્નઈઃ ભારતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. જોકે છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ભારતમાં પણ વિવિધ રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે. જેમાં લોકોને 31 ડિસેમ્બર અને નવા વર્ષે ભેગા થવા પર પ્રતિબંધ મુકવા સહિત નાઇટ કર્ફ્યુ જેવા પગલા લઇ રહી છે.

તમિલનાડુ સરકારે રેસ્ટોરન્ટ, રિસોર્ટ, હોટલ અને ક્લબમાં 31 ડિસેમ્બર અને નવા વર્ષે ભેગા થઇને ઉજવણી કરવા પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત રોડ પર પણ કોઇ પ્રકારની ઉજવણીને મંજૂરી આપવામાં આવી નથી. તમિલનાડુમાં વીકેન્ડમાં કોરોનાના 1114 કેસ અને 15 લોકોના મોત થતાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે એક ઓર્ડર બહાર પાડીને કહ્યું, રાજ્યમાં હાલ કોરોના કાબુમાં આવી રહ્યો છે. સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તે માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, તમિલનાડુમાં 9495 એક્ટિવ કેસ છે. જ્યારે 7,86,472 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 11,995 લોકોના મોત થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19,556 કેસ આવ્યા છે અને 301 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,00,75,116 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસ 2,92,518 છે અને અત્યાર સુધીમાં 96,26,487 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,46,111 થયો છે.



કલોલમાં જમીનમાં ધડાકાથી બે મકાન ધરાશાયી, આજુબાજુના મકાનના ફૂટ્યા કાચ, લોકોમાં ભયનો માહોલ