કોરોના વાયરસ મહામારીના કારણે ગુજરાત સહિત દેશમાં વ્હીકલ સંબંધિત ડોક્યુમેન્ટની અંતિમ તારીખ ઘણી વખત વધારવામા આવી હતી. કેન્દ્ર સરકારે લાયસન્સ અને આરસીની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી પરંતુ હવે તેને લંબાવવામાં નહીં આવે. 31 ડિસેમ્બર બાદ જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસંસ કે ફોર વ્હીલ સંબંધિત કોઇ અન્ય ડોક્યુમેન્ટ નહીં હોય તો 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. અત્યાર સુધી મહામારી અને લોકડાઉનના કારણે તેમાં છૂટ આપવામાં આવતી હતી.


હાલ દેશની તમામ આરટીઓમાં વ્હીકલ સંબંધિત ડોક્યુમેંટને રિન્યૂ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકો ઓનલાઇન એપ્લાઇ કરીને ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે. કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી વધારી હતી.

કોઇ પણ વ્યક્તિ પરિવનહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઇને એપ્લાઇ કરી શકે છે. જેમાં જે તે રાજ્ય સિલેક્ટ કરવાથી તે રાજ્યની લિંક ઓપન થશે. જેમાં જરૂરી વિગત ભરવાની રહેશે. આરટીઓમાં વ્યક્તિના બાયોમેટ્રિકની તપાસ કરાશે અને ડોક્યુમેંટ વેરીફાઇ કરાશે. જે બાદ ડ્રાઇવિંગ લાયસંસ આપવામાં આવશે. આ પ્રક્રિયા આરસીને અપડેટ કરાવવા બરાબર છે.

કલોલમાં જમીનમાં ધડાકાથી બે મકાન ધરાશાયી, આજુબાજુના મકાનના ફૂટ્યા કાચ, લોકોમાં ભયનો માહોલ

Mokshada Ekadashi 2020: આ એકાદશી વ્રતથી મળે છે મોક્ષ, દૂર થાય છે તમામ દુખ, જાણો પૂજા વિધિ અને મહત્વ

Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત