કદમાં વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમ્ગેએ લોકોને લોકડાઉન દરમિયાન ઘરોમાં રહેવા અને કોરોનાવાયરસને ફેલતા રોકવામાં મદદ કરવાની અપીલ કરી. કોરોના વાયરસને લઈને જાગરૂકતા ફેલાવવા અને લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવા માટે હું 26 વર્ષીય આમ્ગે સોમવારે પોતાના વતન નાગપુરમાં પોલીસની સાથે રસ્તા પર ઉતરી. તેનું કદ માત્ર 62.8 સેન્ટીમીટર છે.
નાગપુર પોલીસની સાથે આમ્ગેએ લોકોને આ બીમારીનો સામનો કરવા માટે સ્થાનીક પ્રશાસનની મદદ કરવા અને સામાજિક અંતર રાખવાની અપીલ કરી છે. આમ્ગેએ જણાવ્યું કે, નાગપુર પોલીસે તેને આગ્રહ કર્યો હતો કે તે જીવલેણ બીમારીને લઈને જાગરૂકતા ફેલાવે અને લોકોને ઘરોમાં જ રહેવાની ભલામણ કરે જેથી ચેપ લાગવાની ચેઇન તોડવામાં મદદ મળી શકે. ત્યાર બાદ પોલીસના આગ્રહ પર નાગપુર પોલીસની સાથે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવા નીકળી.
અપીલ કરવા માટે જ્યારે જ્યોતિ રસ્તા પર ઉતરી તો તેણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરું ધ્યાન રાખ્યું. ઉપરાંત જ્યોતિએ માસ્ક પણ પહેર્યું હતું. તમને જણાવીએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. સરકાર અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 2334 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 160 લોકોના મોત થયા છે.