Corona Vaccination: કેન્દ્ર સરકારે દેશભરમાં રસીકરણને વેગ આપવા આશરે અઢી મહિના પહેલા પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલોને (Private Hospitals) પણ સામલે કરી હતી. સરકારે દેશમાં બનેલી રસીનો 25 ટકા હિસ્સો પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો માટે રિઝર્વ રાખવાનો ફેંસલો લીધો હતો. જોકે આંકડા મુજબ પ્રાઇવેટ સેક્ટર તેમના ક્વોટામાંથી માત્ર 7 ટકા જ રસીકરણ કરી શક્યું છે.


ખાનગી હોસ્પિટલોમાં માત્ર કેટલા ટકા રસીકરણ થયું ?


ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, 20 જુલાઈના રોજ મોનસૂન સત્ર (Parliament Monsoon Season 2021) દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ તેને લઈ સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 1 મેથી 15 જુલાઈ સુધી પ્રાઈવેટ કેન્દ્રો પર લગભગ 7 ટકા રસીકરણ થયું છે. જે બાદ અનેક હેલ્થ એક્સપર્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં 25 ટકા ક્વોટા આપવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. અનેક રાજ્ય સરકારોએ કેન્દ્રને આ ક્વોટા ખતમ કરવાનો આગ્રહ કર્યો છે.


શું કહી રહ્યા છે એક્સપર્ટ


ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સેઝના અર્થશાસ્ત્રી, પ્રોફેસર આર રામકુમારે કહ્યું કે, મોટાભાગના લોકો ખાનગી હોસ્પિટલમાં રસી લગાવવાનું પસંદ કરતા નથી. જ્યાં સુધી કેન્દ્ર સરકારે આ ફેંસલો રાજ્યો પર છોડ્યો હતો ત્યાં સુધી બધુ બરાબર ચાલતું હતું. જેએનયુના સેન્ટર ઓફ સોશિયલ મેડિસિન એન્ડ કમ્યુનિટી હેલ્થ પ્રોફેસર ડો. રમા બારુ મુજબ, વેક્સિનેશનના આ ખરાબ આંકડા પ્રીવેંટિવ હેલ્થ અને લોકોની ભલાઈનું વિચારતા નથી.


દેશમાં 44 કરોડથી વધારે રસીના ડોઝ અપાયા


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 26 જુલાઈ સુધી 44 કરોડ 19 લાખ કરતાં વધારે કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 57 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.  ICMRના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 17 લાખ 20 હજાર 110 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જે સાથે કુલ સેમ્પલ ટેસ્ટનો આંક 45 કરોડ 91 લાખ 64 હજારને પાર થયો છે.


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ એક્ટિવ કેસઃ 3,89,100

  • કુલ રિકવરીઃ 3,06,21, 469

  • કુલ મૃત્યુઆંકઃ 4,21,382