કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જાહેરાત કરી કે આઇઆઇટીમાં પ્રવેશ માટે JEE (Advanced) 2021 ની પરીક્ષા 3 ઓક્ટોબર 2021 ના રોજ લેવામાં આવશે. 

Continues below advertisement

ધર્મેંદ્ર પ્રધાને કર્યું ટ્વિટ

શિક્ષણ મંત્રી ધર્મેંદ્ર પ્રધાને સોમવારે રાત્રે ટ્વિટ કરી જેઈઈ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખની જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું,  "IIT માં પ્રવેશ માટે  JEE (Advanced) 2021 પરીક્ષા 3  ઓક્ટોબર 2021ના યોજાશે. આ પરીક્ષા તમામ પ્રકારના કોરોના પ્રોટોકોલનું પાલન કરતા આયોજીત કરવામાં આવશે. 

Continues below advertisement

હાલમાં જેઈઈ મેઈન્સ પરીક્ષાઓનું થઈ રહ્યું છે આયોજન

હાલના સમયમાં જેઈઈ મેઈન્સની ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાઓનું દેશના અલગ-અલગ કેંદ્રો પર આયોજન કરવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ જેઈઈ મેઈન્સ પરીક્ષા પાસ કરશે, તેમને એડવાન્સ આપવાની તક મળશે. જે એડવાન્સ પરીક્ષા પાસ કરશે, તેમને રેન્ક મુજબ દેશની અલગ-અલગ આઈઆઈટીમાં એડમિશન મળશે. કોરોના મહામારીના કારણે સરકારે જેઈઈ મેઈન્સ પરીક્ષાને વર્ષમાં ચાર વખત આયોજીત કરવાનો નિર્ણય કર્યો હતો.