નવી દિલ્લી: ભારતમાં અત્યાર સુધીમાં 37 કરોડ 60 લાખથી વધુ લોકો વેક્સિનેટ થઇ ચૂક્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ શુક્રવાર સવાર સુધી 37,60,32,586 વેક્સિનની ડોઝ અપાઇ છે.જેમાં 30,31,71,498 વેક્સિનના ડોઝ અપાયા છે.


દેશમાં કેટલા લોકો થયા વેક્સિનેટ



  • 1,02,47,862  હેલ્થ કેર વર્કરને પહોલો અને  74,02,098 હેલ્થ વર્કરને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે

  •  1,76,64,075 ફ્રન્ટલાઇન વર્કરને પહેલો ડોઝ તો 98,91,050ને બીજી ડોઝ અપાઇ છે

  • 18થી 44 વર્ષના 11,18,19,570 લોકોને પહેલો અને 37,01,692 લોકોને બીજો ડોઝ મળ્યો છે

  • 45થી 59 વર્ષના ઉંમરના 9,33,66,230 લોકોને પહેલી અને 2,35,53,988ને બીજો ડોઝ અપાયો છે.

  • 60 વર્ષથી મોટી ઉંમરના 7,00,73,761 લોકોને પહેલો ડોઝ અને 2,83,12,260 બીજો ડોઝ લઇ ચૂક્યાં છે.

  • આજે સવારે CoWin પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા મુજબ ભારતમાં 19,90,94,535 પુરૂષો  અને 17,21,08,180


મહિલાઓને વેક્સિન ડોઝ અપાઇ ચૂકી છે. જેમાં 32,50,18,471  લોકો કોવિશીલ્ડ લઇ ચૂક્યાં છે તો કોવેક્સિનની 4,60,68,139 અને સ્પુતનિકની 1,81,395 ડોઝ અપાઇ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ?


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા અને 895 લોકોના મોત થયા હતા, જ્યારે 51,526 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. છેલ્લા બે દિવસમાં જ 2100થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે.


દેશમાં કોરોના વાયરસની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 95 હજાર 716

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 99 લાખ 75 હજાર 064

  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 54 હજાર 118

  • કુલ મોત - 4 લાખ 8 હજાર 40


ગઈકાલે 18 લાખ 43 હજાર 500 કોરોના ટેસ્ટ કકવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,60,32,586 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96  ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.