Corona Vaccination: PM મોદીએ આઝે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વાયરસ રસીકરણ કવરેજ વાળા જિલ્લાના જિલ્લાઅધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બા બેઠકમાં કોવિડ રસીના પ્રથમ ડોઝનું 50 ટકા કવરેજ અને બીજા ડોઝનું ઓછું કવરેજવાળા જિલ્લા અધિકારીઓ સામેલ થયા હતા..
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું. 100 વર્ષની સૌથી મોચી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. જિલ્લામાં રસીકરણ વધારવા નવા ઈનોવેશન પર કામ કરવું પડશે. કોરોનાથી દેશની લડાઈમાં એક ખાસ વાત એ પણ રહી કે, આપણે નવા નવા સમાધાન શોધ્યા અને નવી રીત અજમાવી. તમારે પણ તમારા જિલ્લામાં રસીકરણ વધારવા નવી રીતો પર વધારે કામ કરવું પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, અફવા લોકોમાં વધારે ભ્રમ ફેલાવે છે. હાલ વાતચીત દરમિયાન તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું એક સમાધાન છે કે લોકોને વધારેને વધારે જાગૃત કરો. તાજેતરમાં મારી વેટિકનમાં પોપ સાથે મુલાકાત થઈ હતી. વેક્સિન પર ધર્મગુરુઓને સંદેશ પણ લોકો સુધી પહોંચાડવા ભાર આપવો પડશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, તમારા જિલ્લામાં દરેક ગામ, કસ્બા માટે અલગ રણનીતિ બનાવો. પોતાના વિસ્તારના હિસાબે 20થી 25 લોકોની ટીમ બનાવીને પણ રસીકરણ કરી શકાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યું હતું કે, ભારતની 78 ટકા વસતિને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ જ્યારે 38 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 11,903 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 311 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 252 દિવસના નીચલા સ્તર 1,51,209 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 29 લાખ 66 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 41,16,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.