Bharat Biotech Nasal Vaccine:  ભારત બાયોટેકને નાક દ્વારા આપવામાં આવતી કોવિડ-19 રસી માટે DCGI તરફથી ઈમરજન્સી યુઝની મંજૂરી મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી. કોરોના માટે આ ભારતની પ્રથમ નાકની રસી હશે.


મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નિયમનકારે 18 વર્ષ અને તેથી વધુ વયના લોકોના પ્રાથમિક રસીકરણ માટે ઈમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું, "COVID-19 સામેની ભારતની લડાઈને મોટું પ્રોત્સાહન મળે છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19  રિકોમ્બિનન્ટ નેસલ વેક્સીનને વય દ્વારા ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. કટોકટીના કિસ્સામાં 18 વર્ષથી ઉપરના જૂથ માટે."






ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 417 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે, જ્યારે 6032 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1493 નો ઘટાડો થયો છે.  દૈનિક પોઝિટિવિટી રેટ 1.20 ટકા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 52 હજાર 336 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 86 હજાર 496 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 030 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 213 કરોડ 72 લાખ 68 હજાર 615 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 19 લાખ 93 હજાર 670 ડોઝ અપાયા હતા.


સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ



  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.

  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.

  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.

  •  2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.

  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા


આ પણ વાંચોઃ


Parivartini Ekadashi 2022: આ એકાદશી પર કરવામાં આવે છે વામન દેવની પૂજા, આ ઉપાયથી થાય છે માતા લક્ષ્મીની કૃપા


Bangladesh PM Delhi Visit: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું કરાયું શાહી સ્વાગત, જુઓ તસવીરો


Karnataka Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદ બન્યો મુસીબત, બેંગલુરુમાં IT કંપનીએ 225 કરોડનું નુકસાન, હુબલીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી


Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા