નવી દિલ્હી: ભારત બાયોટેક (Bharat Biotech) એ રાજ્યો માટે 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી છે. હૈદ્વાબાદ સ્થિત ભારત બાયોટેકે આ પહેલાં પોતાના કોવિડ-19 રસી 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત રાજ્ય સરકારો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કર્યો હતો. હવે કંપનીએ રાજ્ય સરકારો માટે ભાવ ઘટાડીને 400 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધો છે. 



આ પહેલાં સીરમ ઇંસ્ટીટ્યૂટએ બુધવારે રાજ્યોને આપવામાં આવતી કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 100 રૂપિયા ઘટાડી હતી. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (એસઆઇઆઇ)એ પોતાના કોવિડ 19 રસી 'કોવિશિલ્ડ' (Covishield) ની રાજ્ય સરકારો માટે કિંમત 400 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરી હતી. હવે તેને 300 રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે,  કોરોના વેક્સીન (vaccine) ની વધુ કિંમતને લઇને વિપક્ષી દળોએ મોદી સરકારને ટાર્ગેટ પર લઇ રહી છે. તેને ધ્યાનમાં રાખતાં ગત થોડા દિવસો પહેલાં મોદી સરકારે સીરમ ઇંસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકને કહ્યું હતું કે તે પોતાની કોવિડ 19 રસીની કિંમત ઓછી કરે.


અત્રે ઉલ્લેખનીય છે કે 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવશે. તેના માટે બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. 


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 73 લાખ 76 હજાર 524

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878

  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149

  • કુલ મોત - 2 લાખ 04 હજાર 832


15 કરોડથી વધારેને રસી અપાઈ


 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.