નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે (Coronavirus) કાળો કહેર મચાવ્યો છે. કોરોના વાયરસથી બચવાની સૌથી શ્રેષ્ઠ રીત રસી લેવાની છે. જોકે કેટલાક લોકો તેની આડઅસરથી ગભરાઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું (Health Experts) કહેવા મુજબ તેનાથી ગભરાવાની જરૂર નથી. અમેરિકાના મહામારી વિશેષજ્ઞ અને ચીફ મેડિકલ એડવાઇઝર એંથોની ફાઉચીએ ન્યૂઝ ચેનલ એસએસએનબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, રસી તબક્કાવાર પ્રતિક્રિયા આપે છે. ક્યારેક બીજો ડોઝ લીધા બાદ થોડું દર્દ થાય છે અને ઠંડી લાગે છે. જેનો મતલબ તમારી ઈમ્યુન સિસ્ટમ ઝડપથી કામ કરવા લાગી છે.
વેક્સીન ઈમ્યુન સિસ્ટમને કોવિડ-19 સ્પાઈક પ્રોટીનને ઓળખવા તથા તે સંબંધિત એંટીબોડી બનાવવામાં મદદ કરે છે. એંટીબોડી ખરાબ હોવા છતાં આ પ્રોટીન વાયરસને વધતો અને બીમારી ફેલાતી અટકાવે છે. આ પ્રક્રિયામાં કેટલાક લોકોને આડઅસરનો અનુભવ થાય છે.
સીડીસી મુબ કોરોના વેક્સીનની સૌથી સામાન્ય આડ અસર ઈન્જેક્શન લીધેલી જગ્યાએ લાલ થઈ જવું, ત્યાં સોજો આવી જવો, થાક, માથું દુખવું, તાવ, ઠંડી લાગવી જેવા છે. જોકે કોઈ આડ અસરનો અનુભવ નહીં થવાનો મતલબ એવો નથી કે તમારા પર રસી પ્રભાવી નથી.
ફાઉચીએ કહ્યું કે, વેક્સીનો બીજો ડોઝ લીધા બાદ તેમને પણ શાક, શરીરમાં દર્દ અને ઠંડી લાગી હતી. પરંતુ એક દિવસ બાદ લક્ષણો જતા રહ્યા હતા. કેટલાક લોકોને વેક્સીનની બીજા ડોઝ બાદ અનેક આડઅસર જોવા મળી હતી. આવુ એટલા માટે થાય છે કે પ્રથમ ડોઝ બાદ ઈમ્યુન સિસ્ટમ વાયરસને ઓળખી ચુક્યું હોય છે અને બીજો ડોઝ મળ્યા બાદ ઝડપથી કામ કરે છે. આ કારણે શરીરનું તાપમાન વધી જાય છે અને તાવ, દર્દનો અનુભવ થાય છે.
ઘણા લોકોને વેક્સીન લીધા બાદ લાલ ચાઠા ઉપસી આવે છે. હેલ્થ એખ્સપર્ટના કહેવા મુજબ તેનાથી ગભરાવાની જરૂર નથી. તે વેક્સીન સાચી દિશામાં કામ કરતી હોવાની નિશાની છે.