ZycovD COVID vaccine: સરકારે કોરોના મહામારી સામે અભિયાનને મજબૂત કરવા 12 વર્ષથી મોટા બાળકોને કોવિડ રસી ઝાયકોવ-ડીને ઈમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. આ રસીને ગુજરાતની જાણીતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ બનાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું, ભારતમાં કોવિડની લડાઈ હવે વધુ મજબૂત થઈ ગઈ છે. સીડીએસસીઓએ 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે ઝાયકોવ-ડી રસીના ઈમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. તેના બે ડોઝ લેવા પડશે. દેશમાં હવે છ થી 12 વર્ષના બાળકોને કોવેક્સિન, 5 થી 12 વર્ષના બાળકોને કોર્બેવેક્સ અને 12થી મોટી ઉંમરના બાળકોને ઝાયકોવ-ડી રસી અપાશે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1399 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15,636 થઈ છે. ગઈકાલે એક્ટિવ કેસની સંખ્યા 16,522 હતી. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,622 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,23,311 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,97,76,423 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,83,224 ડોઝ આપવામાં આવ્યા હતા.


બૂસ્ટર ડોઝ કેટલો અસરદાર ?  જાણો શું છે એક્સપર્ટનો મત


દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના એમડી ડૉ. સુરેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ રસીની સાવચેતીભરી માત્રા એટલે કે બૂસ્ટર ડોઝ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે. તેથી જ દરેક વ્યક્તિએ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ જેથી કરીને તમે તમારા પરિવાર અને સમાજને આ રોગચાળાથી બચાવી શકો. ANI સાથે વાત કરતા ડૉ. કુમારે કહ્યું, "કોરોના રસીના બૂસ્ટર ડોઝની દેશમાં વધી રહેલા કેસ પર મોટી અસર પડશે. તેમણે કહ્યું કે દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ મફતમાં ઉપલબ્ધ છે, તેથી દરેક વ્યક્તિએ બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે."


તેમણે કહ્યું, “આપણે જોયું છે કે કોરોનાના બે ડોઝ પછી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના લોકો એવા છે જેમની રસીકરણ અધૂરી છે. ત્રીજો ડોઝ પરિવાર અને સમાજની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.