Corona Vaccine: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં નકલી કોવિડ રસીનો મોટો જથ્થો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક મોટી કાર્યવાહીમાં અહીંથી નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ્સ સાથે નકલી કોવિશિલ્ડ અને ઝાયકોવિડ મળી આવી છે. લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિત નગરમાં કરાયેલી કાર્યવાહીથી આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આ કેસમાં STFએ 5 લોકોની ધરપકડ પણ કરી છે. એવું જાણવા મળે છે કે ઝડપાયેલી વસ્તુઓની કિંમત આશરે 4 કરોડ છે અને આ ગેંગનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે.
શું શું મળ્યું
સત્તાવાર માહિતી અનુસાર, વારાણસીના STF ફિલ્ડ યુનિટે રોહિત નગરમાંથી રાકેશ થાવાણી, સંદીપ શર્મા, લક્ષ્ય જાવા, શમશેર અને અરુણેશ વિશ્વકર્માની ધરપકડ કરી હતી અને નકલી ટેસ્ટિંગ કિટ, નકલી કોવિશિલ્ડ વેક્સિન, નકલી ઝાયકોવ ડી વેક્સિન, પેકિંગ મશીન, ખાલી શીશીઓ, સ્વાબ સ્ટિક મળી આવી હતી.
આરોપીએ શું કરી કબૂલાત
પૂછપરછમાં રાકેશ થાવાણીએ જણાવ્યું હતું કે તે સંદીપ શર્મા, અરુણેશ વિશ્વકર્મા અને શમશેર સાથે મળીને નકલી રસી અને ટેસ્ટિંગ કીટ બનાવતો હતો અને લક્ષ્ય જાવાને સપ્લાય કરતો હતો,.જે તેના નેટવર્ક દ્વારા વિવિધ રાજ્યોમાં સપ્લાય કરતો હતો.. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ અને તેમની ગેંગ વિશે માહિતી એકત્રિત કર્યા પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં . ફેબ્રુઆરીના સતત બીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,61,386 નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે. દેશમાં 1 ફેબ્રુઆરીએ 17,42,793 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 73,24,39,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કુલ એક્ટિવ કેસઃ 16.21,603
કુલ ડિસ્ચાર્જઃ 3,95,11,307
કુલ મૃત્યુઆંકઃ 4,97,975
કુલ રસીકરણઃ 167,29,42,707 (જેમાંથી ગઈકાલે 57,42,659 ડોઝ આપવામાં આવ્યા હતા.)