નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સીનની પ્રતિક્ષાનો ઝડપથી અંત આવવાનો છે. દેશમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વેક્સીનના ઉત્પાદનનું કામ કરી રહી છે. જાણકારી મુજબ, આ વેક્સીનના એક કરોડ ડોઝ બનીને તૈયાર છે, જ્યારે વિશ્વભરમાં આશરે એક અબજ વેક્સીન બનીને તૈયાર છે.


સીરમ ઈન્સ્ટીટ્યૂટના કાર્યકારી નિર્દેશક ડો. રાજીબ ઢોરે કહ્યું, અમે મોટા પાયે વેક્સીનનું ઉત્પાદન કર્યુ છે. વેક્સીનને માત્ર સપ્લાઈ માટે શીશીમાં ભરવાનો તબક્કો બાકી છે. અમે આશા રાખીએ છીએ ડિસેમ્બર સુધી કોરોનાની વેક્સીન આવી શકે છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વમાં વેક્સીન તૈયાર કરતી સૌથી મોટી કંપની છે. સીરમે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી બાયોફાર્મા કંપની AstraZeneca સાથે પાર્ટનરશીપ કરી છે.

ઓક્સફોર્ડની આ વેક્સીનનું ટ્રાયલ ઓગસ્ટના અંત સુધી 1500 ભારતીય સ્વયંસેવકો પર કરાશે. નવેમ્બર સુધી ઓક્સફોર્ડની વેક્સીનના અંતિમ પરિણામ આવવાના બાકી છે. ડિસેમ્બર સુધી આ વેક્સીન માર્કેટમાં આવવાની સંભાવના છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન બીજા તબક્કામાં ભલે પાસ થઈ ગઈ હોય પરંતુ ફાઇનલ રિઝલ્ટ સફળ રહેશે કે નહીં તે કહી શકાય નહીં. આ સ્થિતિમાં વેક્સીનના કરોડો ડોઝ બનાવીને રાખવા એક રિસ્ક ભર્યો ફેંસલો છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ આદર પૂનાવાલાએ કહ્યું કે, તેમણે 20 કરોડ ડોલરનું રોકાણ કર્યુ છે. વેક્સીનની બજારમાં કિંમત આશરે 1000 રૂપિયા આસપાસ હશે.

અમેરિકાએ ચીનને હ્યુસ્ટન સ્થિત દૂતાવાસ ખાલી કરવાનો કર્યો આદેશ, 72 કલાકનો આપ્યો સમય, જાણો વિગતે