હ્યુસ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. AFP ન્યૂઝ એજન્સી મુજબ, અમેરિકાએ આજે મોટું પગલું ભરતા ચીનને હ્યુસ્ટન સ્થિત દૂતાવાસ ખાલી કરવાનો આદેશ કર્યો છે. આ માટે 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

અમેરિકાના ઓર્ડર બાદ ચીઇનીઝ દૂતાવાસના કર્મચારી ગોપનીય દસ્તાવેજોને સળગાવતા જોવા મળ્યા હતા. આગને જોઈ હ્યુસ્ટન ફાયર ડિપાર્ટમેન્ટની ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ દૂતાવાસની અંદર ગઈ નહોતી.


અમેરિકાના આ પગલાથી ભડકી ઉઠેલા ચીને જરૂરી જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાની કડક નિંદા કરી છે અને આદેશ પરત લેવા જણાવ્યું છે.

અમેરિકાના આદેશ બાદ ચીની દૂતાવાસની અંદર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકાના આ પગલાથી હવે ચીન સાથે તેના સંબંધો વધારે તણાવપૂર્ણ બનશે.