Corona Vaccine: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હજુ પણ કહેર વર્તાવી રહી છે. અનેક રાજ્યો કોરોના રસી ન મળવાને કારણે પરેશાન છે. ત્યારે હવે અમેરિકાની ફાઈઝર કંપની આ વર્ષે ભારતને પાંચ કરોડ ડોજ આપવા માટે તૈયાર છે પરંતુ તે વળતર સહિત કેટલીક નિયામકીય શરતોમાં મોટી છૂટ ઇચ્છે છે.
ક્યારે-ક્યારે મળશે રસી ?
ફાઈઝરે કહ્યું કે, ભારતને એક કરોડ રસી જુલાઈમાં, એક કરોડ ઓગસ્ટમાં અને બે કરોડ સપ્ટેમ્બર અને એક કરોટ રસી ઓક્ટોબરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ કહ્યું કે, તે માત્ર ભારત સરકાર સાથે જ વાત કરશે અને રસીનું પેમેન્ટ ભારત સરકાર તરફથી ફાઈઝર ઇન્ડિયાને કરવાનું રહેશે.
અત્યાર સુધી ફાઈઝર રસીની આડઅસરનો કોઈ રિપોર્ટ નથી
ખરીદવામાં આવેલ રસીને ઘરેલુ સ્તરે વિતરણ કરવાનું કામ ભારત સરકારે ખુદ જ કરવાનું રહેશે. સૂત્રોએ કહ્યું કે, ભારતને રસી આપવા માટે ફાઈઝરે ભારત સરકારને વળતરનો કરાર કરવાની શરત પણ રાખી છે અને તેના દસ્વાતેજ મોકલ્યા છે. ફાઈઝર અનુસાર તેણે અમેરિકા સહિત 116 દેશો સાથે વળતર માટે કરાર કર્યા છે. વિશ્વભરમાં ફાઈઝર રસીના અત્યાર સુધીમાં 14.7 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં આ રસીની આડઅસરનો કોઈ રિપોર્ટ ક્યાંથી આવ્યો નથી.
આગામી વર્ષે ભારતને મળી શકે છે મોડર્નાની એક ડોઝવાળી રસી
બીજી બાજુ મોડર્નાની એક ડોઝવાળી રસી આગામી વર્ષે ભારતમાં મળી શકે છે. તેના માટે તે સિપ્લા અને અન્ય ભારતીય દવા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. મોડર્નાએ ભારતીય પ્રાધિકરણોને કહ્યું છે કે તેની પાસે 2021માં અમેરિકાથી બહાર માટે રસીનો સ્ટોક નથી. કહેવાય છે કે, સિપ્લાએ મોડર્ના પાસેથી 2022માં પાંચ કરોડ રસી ખરીદવા માટે રસ દાખવ્યો છે.
જણાવી કે, વૈશ્વિક અને ઘરેલુ બજારમાં રસીની ઉપલબ્ધતાને લઈને કેબિનેટ સવિચની અધ્યક્ષતામાં વિતેલા સપ્તાહે કેટલીક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તેમાં વિદેશ મંત્રાલય, નીતિ આયોગ, જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ, કાયાદ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી હાજર રહ્યા હતા.
દેશમાં અત્યાર સુધી 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
દેશમાં રસીકરણ અભિયાનમાં હાલમાં બે રસી કોવીશીલ્ડ અને કોવૈક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતે રસિયાની સ્પુતનિક વી રસીને પણ મંજૂરી આપી દીધી છે પરંતુ હાલમાં તેનો સ્ટોક મર્યાદિત સંખ્યામાં જ છે. આ વર્ષે જાન્યુઆરીના મધ્યમાં શરૂ કરવામાં આવેલ રસીકરણ અભિયાન બાદથી અત્યાર સુધી 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.