કોરોનાના ફરી એકવાર વધતા જતાં કેસના કારણે ચિંતા વધી રહી છે. તો બીજી તરફ દેશમાં વેક્સિનેશનનું કામ પણ ઝડપથી થઇ રહ્યું છે. જો કે ભારતમાં પણ વેક્સિનેશન બાદ ગંભીર સાઇડ ઇફેક્ટ કેટલાક કેસમાં જોવા મળી રહ્યાં છે. આજતક મીડિયા રિપોર્ટના  અહેવાલના આંકડા મુજબ વેક્સિન લીધા બાદ અત્યાર સુધીમાં 234 લોકોમાં ગંભીર સાઇટ ઇફેક્ટ જોવા મળી હતી અને તેમને વેક્સિનેશન બાદ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.


ભારત સરકારના સૂત્રો મુજબ શનિવાર સુધીમાં કોરોના વેક્સિન બાદ કુલ 71 લોકોના મૃત્યુ થયા છે. જો કે આ કેસમાં વેક્સિનેશન સાથે કોઇ સીધો સંબંધ હજુ સુધી સિદ્ધ નથી થયો.AEFI  કમેટીના એડવાઇઝર ડોક્ટર એન. કે.અરોડાના જણાવ્યાં મુજબ જિલ્લા અને રાજ્યસ્તરના લેવલે તેનો વેક્સિન સાથે કોઇ લેવા દેવા નથી.


સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભારતમાં  વેક્સિન લીધા બાદ બ્લડ બ્લોટિંગનો એક પણ કેસ સામે નથી આવ્ચો. જો કે એક્સપર્ટે વેક્સિનેશન બાદ થયેલા 71 વ્યક્તિના મોત મામલે કેન્દ્રને લેટર લખ્યો છે અને આ મામલે તપાસની માંગણી કરી છે.તો બીજી તરફ 234 એવા કેસ છે. જેમાં વેક્સિનેશન બાદ લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરવાની નોબત આવી. આ કેસને છોડતા વેક્સિનેશનનું કામ દેશમાં નિર્વિઘ્ને ચાલી રહ્યું છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં મંગળવાર સુધીમાં 3,29,47,432 લોકોને વેક્સિનની ડોઝ આપી દેવાઇ છે. જયારે સોમવારે 30.39 લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. નોંધનિય છે કે એસ્ટ્રાજેનેકા વેક્સિન પર દુનિયાના 14 દેશોએ પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે whoએ સ્પષ્ટતા કરી છે કે સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં બનેલી કોવીશીલ્ડ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.