કોરોના વિરૂદ્ધ ચાલી રહેલ લડીમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ભારત બાયટોકની કોવેક્સીનના 2થી 18 વર્ષા બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. આ પહેલા કોરોન રસી પર ધ્યાન રાખનારી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તેના ટ્રાયલની ભલામણ કરી હતી.


આ ટ્રાયલ AIIMS દિલ્હી, AIIMS પટના અને મેડિટ્રિન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ નાગપુરમાં 525 પર કરવામાં આવશે. સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ મંગળવારે હૈદરાબાદમાં ભારત બાયોટેકના પ્રસ્તાવ પર વિચાર કર્યો.


સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ મંગળવારે હૈદરાબાદમાં ભારત બાયોટેકના પ્રસ્તાવ પર વિચાર કર્યો. SECએ ભલામણ કરી હતી કે, ભારત બાયોટેકની કોવેક્સિનને ફેઝ 2, ફેઝ 3 ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી અપાવી જોઈએ જેમાં 2થી 18 વર્ષની ઉંમરના બાળકોને સામેલ કરવામાં આવે. કમિટીની ભલામણ પ્રમાણે ભારત બાયોટેકે ફેઝ 3ની ટ્રાયલ શરૂ કરતા પહેલા ફેઝ 2નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે.


ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કોવેક્સિન રસીનો ઉપયોગ દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ માટે 18+ માટે કરાઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ જે 2 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે. ભારતના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ રહી છે.


આ પહેલા સોમવારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(US-FDA)એ 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. અત્યાર સુધી આ વેક્સિન 16 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાઈ રહી હતી.


આ પહેલા કેનેડા બાળકોની આ પહેલી વેક્સિનને પરવાનગી આપી ચૂક્યું છે. આમ કરનાર આ વિશ્વનો પ્રથમ દેશ છે. એમ કહેવાઈ રહ્યું છે કે 12થી 15 વર્ષ સુધીના બાળકોના વેક્સિનેશનથી અમેરિકામાં મોટી સંખ્યામાં સ્કુલ અને સમર કેમ્પ ખુલવાના રસ્તાઓ સાફ થઈ જશે.


ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. તેમાં દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ ભાંગી પડી છે અને ચારે બાજુ તબાહી જોવા મળી રહી છે. આ સંજોગોમાં નિષ્ણાતોએ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે જેમાં બાળકો પર સૌથી વધારે અસર થશે તેમ કહ્યું હતું.