આઈસીએમઆરના પૂર્વ ડાયરેક્ટર સ્વામીનાથને કહ્યું કે, ત્યાર બાદ મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે ધનાઢ્ય દેશો મર્યાદિત સંખ્યામાં ઉપલબ્દ રસીના મોટાભાગના ડોઝ ન લઈ લે અને આ રસીને સમગ્ર વિશ્વમાં યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે.
આઈઆઈએમ બેંગલુરુમાં સાર્વજનિક નીતિ કેન્દ્ર દ્વારા સાર્વજનિક નીતિ અને મેનેજમેન્ટ વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય સમ્મેલનના સમાપન સેશનને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરતાં આ વાત કહી. આઈઆઈએમ બેંગલુરુએ એક નિવેદનમાં આ જાણકારી આપી.
ભારત રસીના ઉત્પાદનનું કેન્દ્ર
સ્વામીનાથને કહ્યું કે, રસીના મામલે ભારત સારી સ્થિતિમાં છે કારણ કે અહીં આ દિશામાં અનેક કંપનીઓ કામ કરી રહી છે જેમાં કેટલીક પોતાની રીતે તો કેટલીક ભાગીદારીમાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત રસીના ઉત્પાદનનું કેન્દ્ર છે. મહામારીએ અસમાનતાઓને વધારી છે. આ સાર્વજનિક સ્વાસ્થ્ય સિસ્ટમોને મજબૂત કરવા અને સુગમતા વધારવાની દૃષ્ટિએ શીખવાની તક સાબિત થઈ છે.