જયપુરઃ રાજસ્થાનમાં કોરોનાના વધતા કેસને જોતા કડક પ્રતિબંધ 3 દિવસ સુધી વધારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગહલોતે કોરોનાનો સામો કરવા માટે સમગ્ર દેશમાં 19 એપ્રિલથી ત્રણ મે સુધી સવારે 5 સુધી અનેક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવાવનો નિર્ણય કર્યો છે. એક રીતે આ આંશિક લોકડાઉન જ છે. આ દરમિયાન સરકારી કાર્યાલય, બજાર, મોલ અ તમામ કાર્યસ્થળ બંધ રહેશે. પરંતુ મજૂરોના રોજગાર સાથે જોડાયેલ ગતિવિધિઓ જેમ કે ફેક્ટરી અને નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં હોય. સાથે જ લારી ગલ્લાવાળાઓને પણ છૂટ આપવામાં આવશે.


ગહલોતની અધ્ય7તામાં રવિવારે મોડી રાત સુધી ચાલેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે, સાર્વજનિક સ્થળ, બજારો, ઓફિસમાં સામાન્ય ગતિવિધિઓ ચાલુ રહેવાથી ભીડભાડ થાય છે જેથી કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને નિયંત્રિત કરવા માટે સોમવારે (19 એપ્રિલ)થી શરૂ થતા જન અનુશાસન પખવાડામાં રાજ્યમાં તમામ ઓફીસ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાન અને બજાર બંદ રાખવામાં આવશે.


માસ્ક પહેવું જરૂરી


મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાનો પ્રસાર રોકવામાં માસ્ક પહેરવું એક જરૂરી ઉપાય છે. તેને કડકાઈથી લાગુ કરવા માટે જાહેર સ્થળો અને ઓફીસમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પર નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે.


બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર જિલ્લા પ્રશાસન, ગૃહ, નાણા, પોલીસ, જેલ હોમગાર્ડ વિદ્યુત, પાણી, જરૂરી સેવાઓ સાથે જોડાયેલ રાજકીય કારમિકોને ઓળખપત્ર સાથે મંજૂરી હશે. કેન્દ્ર સરાકરની જરૂરી સેવાઓ સાથે જોડાયેલ કાર્યાલય ખઉલા રહેશે. બસ સ્ટેન્ડ, રેલવે, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ આવતી જતી વ્યક્તિનો પ્રવાસી ટિકિટ બતાવવા પર અવરજવરની મંજૂરી હશે.


બહારથી આવતી વ્યક્તિએ નેગેટિવ કોરોના રિપોર્ટ ફરજિયાત


બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર રાજ્યમાં આવનાર પ્રવાસીઓને પ્રવાસ શરૂ કર્યાના 72 કલાક પહેલાનો આરટીપીસીઆર તપાસ રિપોર્ટ બતાવવો પડશે. જ્યારે રાજ્યની અંદર રોડ ટ્રાન્સપોર્ટની અવરજનર, માલ કે લોડિંગ, અનલોડિંગ માટે આવતી વ્યક્તિને મંજૂરી હશે. હાઈવે પર સંચાલિત ઢાબા અને વાહન રિપેરની દુકાનો નંજૂરી હશે. આ દરમિયાન રાશનની તમામ દુકાનો કોઈપણ દિવસ બંધ રાખ્યા વગર ખુલી રહેશે.