દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતની પણ અનેક સ્થળે ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મુશ્કેલીના સમયમાં ફરી એક વખત ભારતીય રેલવે લોકોની વહારે આવી છે. ભારતીય રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ નામથી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ ટ્રેનોની પરિચાલનમાં વિલંબ ના થાય તે માટે રેલવેએ ગ્રીન કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે દેશમાં વિવિધ જગ્યા પર ઓક્સિજનનો સપ્લાય ઝડપથી થઇ શકશે. રેલ્વે મંત્રાલયે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. રેલવે મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાંથી ખાલી ટેન્કર લેવામાં આવશે અને વિશાખાપટ્ટનમ, જમશેદપુર, રાઉરકેલા, બોકરાથી ઓક્સિજન ભરવામાં આવશે.


નોંધનીય છે કે, ગઈકાલે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ગઈકાલે ગુજરાતમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.  


રાજ્યમાં ગઈકાલે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43  ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7,  ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 3641,  સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ  કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389,  વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60,  ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે.