નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતો દિલ્હી હાઇકોર્ટે સોમવારે મોટો નિર્ણય લીધો હતો.દિલ્હી હાઇકોર્ટ સિવાય દિલ્હીની તમામ જિલ્લા કોર્ટને 4 એપ્રિલ સુધી બંધ રાખવાના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જરૂરી કેસની સુનાવણી માટે ફોન પર અગાઉ રજિસ્ટ્રાર સાથે વાત કરવાની રહેશે અને જો રજિસ્ટ્રારને કોઇ કેસની સુનાવણી જરૂર લાગશે તો કોર્ટ સુનાવણી કરશે. તે સુનાવણી પણ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કરશે.
દિલ્હી હાઇકોર્ટમાં અનેક કેસની સુનાવણી દરરોજ થાય છે એવામાં આવનારા લોકોની સંખ્યા પણ હજારોમાં હોય છે. આ ભીડને કોર્ટમાં આવતી રોકવા માટે હાઇકોર્ટે ચાર એપ્રિલ સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. દિલ્હીની તમામ જિલ્લા કોર્ટ પણ 4 એપ્રિલ સુધી સ્થગતિ કરાઇ હતી. જિલ્લા અદાલતોમાં એક નવું રોસ્ટર જલદી બનાવાશે. જેમાં કોઇની ધરપકડ અને તેને ફરીથી જેલમાં મોકલવા સંબંધિત કોર્ટની સુનાવણીને લઇને કેટલાક ખાસ જજ ઓન ડ્યૂટી રહેશે.
કોરોનાને લઇને દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય, ચાર એપ્રિલ સુધી કાર્યવાહી સ્થગિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2020 06:36 PM (IST)
દિલ્હી હાઇકોર્ટ સિવાય દિલ્હીની તમામ જિલ્લા કોર્ટને 4 એપ્રિલ સુધી બંધ રાખવાના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -