કોરોના વાયરસનું ફરી સંક્રમણ વધી રહ્યું છે. આજે 34 દિવસ બાદ દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 407 કેસ નોંધાયા છે. તો કાલે 89 લોકોના મોત થયા. 17 હજારથી વધુ કેસ છેલ્લી વખત 28 જાન્યુઆરીએ નોંધાયા હતા. ત્યારે કોરોનાના 18 હજાર 555 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 66 લાખથી વધુ લોકો વેક્સિનેટ થઇ ગયા છે. જાણીએ દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


કોરોનાના કારણે અત્યાર સુધીમાં 57 હજાર 435 લોકોના મોત થઇ ગયા છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા એક કરોડ 11 લાખ 56 હજાર પહોંચી છે. તેમાંથી એક લાખ 57 હજાર  435 લોકોના મોત થઇ ગયા છે. હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો 73 હજારથી વધી ગઇ છે.  તો 8 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.  અત્યાર સુધીમાં કુલ 66 લાખ 16 હજાર 48 લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે.

આ રાજ્યોમાં સામે આવ્યા સૌથી વધુ કેસ

દેશમાં કેટલાક રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 85 ટકા કેસ આ 6 રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે,  કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સતત સંપર્કમાં છે જ્યાં કોરોનાના કેસ વધુ નોંધાયા છે અને  સતત સંક્રમણ વધી રહ્યું છે.