કોરોના વાયરસ (Coronavirus) પર રિસર્ચ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ નવી જાણકારી સામે આવી રહી છે. હવે એક નવો વેરિયંટ (New Variant) સામે આવ્યો છે, જે કોવિડ-19ના (Covid-19) પહેલાના સ્ટ્રેન કરતાં વધુ ઝડપથી ફેલાય છે. મોટાભાગના લોકોનું માનવું છે કે કોવિડ-19ની વેક્સિન (Covid-19 Vaccine) ખતરનાક વેરિયંટથી બચાવે છે. પરંતુ રિસર્ચમાં (Research) સામે આવ્યા મુજબ કેટલાક વેરિયંટ્સ વેક્સિનની એન્ટીબોડીઝથી (Antibodies) બચી શકે છે અને સંક્રમણનું કારણ બની શકે છે.
મ્યૂટેન વેક્સિનને ચકમો આપવામાં મદદગાર
1 જુલાઈએ સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં જણાવાયા મુજબ, કોરોના વાયરસનો Epsilon વેરિયંટ વર્તમાન વેક્સિન કે સંક્રમણથી ઉપલબ્ધ સુરક્ષાથી બચવા માટે વાયરસની મદદ કરે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ કોરોના વાયરસનો Epsilon વેરિયંટન ગત વર્ષ કેલિફોર્નિયામાં મળ્યો હતો. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વેરિયંટ લેબમાં બનેલી એન્ટીબોડીઝને ચકમો આપી શકે છે અને રસીકરણ કરાવી ચુકેલા લોકોના પ્લાઝમાની એન્ટીબોડીઝની અસરને ઓછી કરી શકે છે. તેના સ્પાઈક પ્રોટીનમાં ત્રણ બદલાવની ખબર પડી છે. શોધકર્તાઓ મુજબ વેક્સિન લગાવી ચુકેલા લોકોને પ્લાઝમાંથી એન્ટીબોડીઝનો પ્રભાવ મ્યુટેશન (Mutation) ઘટાડી દે છે.
Epsilon વેરિયંટ અંગે શું જાણો છો
Epsilon વેરિયંટ CAL.20C નામથી પણ ઓળખાય છે. પ્રથમ વખત તે ગત વર્ષે કેલિફોર્નિયામાં (California) સામે આવ્યો હતો. સ્પાઈટક પ્રોટીનમાંતેનું સૌથી ચિંતાજનક મ્યુટેશન l45R છે. કેલિફોર્નિયામાં સંક્રમણના મામલા વધ્યા બાદ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન તરફથી વાયરલ સ્ટ્રેનને વેરિયંટ ઓફ કંસર્ન જાહેર કરાયો હતો. ચાલુ વર્ષે 29 જુને તેનું સ્તર ઘટાડીને ફોર્મ ઓફ ઈન્ટરેસ્ટ કરી દેવાયું છે. આ ફેંસલો વર્તમાન પુરાવાના આધારે લેવાયો છે. કોરોનાની સારવાર અને રસીકરણ Epsilon વેરિયંટ સામે પ્રભાવી છે. તે અગાઉના કોરોના વાયરસ વેરિયંટની તુલનામાં 20 ટકા વધારે સંક્રામક છે.