નવી દિલ્હીઃ હાલ વિશ્વભરના દેશો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. ભારતમાં ગઈકાલ સાંજ સુધીમાં 250 કેસો નોંધાઈ ચુક્યા છે અને આ વાયરસનો ગુજરાતમાં પણ પગપેસારો થઈ ગયો છે.


ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 8 થઈ છે. અમદાવાદમાં 3, વડોદરામાં 3, સુરત અને રાજકોટમાં 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક શહેરોમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા હોવાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી શકે છે.

કોરોનાના સંક્રમણથી બચવા લોકો અનેક પ્રકારની સાવધાની રાખી રહ્યા છે. તેના લક્ષ્ણ સામાન્ય રીતે જોવા મળતી શરદી-ઉધરસ જેવા જ હોય છે.

તાવ આવવો, ગળામાં ખારાશ, સૂકી ઉધરસ, માંસપેશીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ તેના લક્ષણ છે. પરંતુ હવે કેટલાક નવા લક્ષણો સામે આવ્યા છે. જર્મનીના એક્સપર્ટે જે નવા લક્ષણ બતાવ્યા છે તે મુજબ, કોરોનાતી સંક્રમિત લોકોમાં સૂંઘવા અને સ્વાદ પારખવાની ક્ષમતા ખરાબ થઈ જાય છે. આ લક્ષણ 66 ટકા દર્દીમાં જોવા મળ્યા હતા.

અન્ય એક લક્ષ્ણમાં ડાયરિયા પણ થઈ શકે છે. આ લક્ષણ કોરોનાના 30 ટકા દર્દીમાં જોવા મળ્યા છે. આ પ્રકારના વાયરસથી સંક્રમતિ લોકોમાં પહેલા તાવ આવે છે. આ ઉપરાંત થાક, માંસપેશીમાં દર્દ અને સૂકી ઉધરસ પણ આવે છે. જ્યારે કેટલાક લોકોને એક કે દિવસ માટે ઉલ્ટી કે ડાયરિયાનો પણ અનુભવ થાય છે.

ભારતમાં આ રોગ વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ છે.