મુંબઈ: શીના બોરા હત્યા કેસ મામલે આરોપી પીટર મુખર્જીને ચાર બાદ આર્થર રોડ જેલમાંથી શુક્રવારે મુક્ત કરવામાં આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટ દ્વારા પૂર્વ મીડિયા ઉદ્યોગપતિને હત્યા મામલે આપવામાં આવેલી જામીન પર લાગેલી 6 અઠવાડિયાની રોકની મુદ્દત ગુરુવારે પૂરી થવી અને સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ ન કરાતા મુખર્જીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સીબીઆઈ દ્વારા કોર્ટમાં અપીલ દાખલ ન કરતા મુખર્જીને મુક્તી માટે થઈ રહેલો મોટો અવરોધ દૂરી થઈ ગયો હતો. હત્યા મામલે મુખર્જીને 19 નવેમ્બર 2015ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.



સીબીઆઈએ તેમના પત્ની ઈંદ્રાણી મુખર્જી, સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામવર રાય વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યાના થોડાક જ કલાકો બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હત્યા કેસની તપાસ મહારાષ્ટ્ર સરકારે બાદમાં સીબીઆઈને સોંપી દીધી હતી.