Coronavirus: કોરોના વાયરસથી રિકવર થયા બાદ પણ કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે નહિ તો  મુશ્કેલી થઇ શકે છે. જાણો કોવિડથી રિકવરી બાદ ક્યાં ટેસ્ટ જરૂરી


ક્યારે કરાવશો ટેસ્ટ: સામાન્ય રીતે એન્ટીબોડી બનાવવા માટે શરીરને બે સપ્તાહનો સમય લાગે છે. તેથી igG ટેસ્ટ કરાવવા માટે રિકવર થવાની રાહ જુઓ. જો આપ પ્લાઝ્મા ડોનેટ કરવા ઇચ્છતા હો તો. એક મહિના બાદ આ ટેસ્ટ જરૂર કરાવો


ગ્લૂકોઝ ટેસ્ટ: કેટલાક દર્દીમાં બ્લડ ગ્લુકોઝ અને બ્લડ પ્રેશરમાં ચઢાવ-ઉતાર જોવા મળે છે. જો આપ ડાયબિટીશ, કોલેસ્ટ્રોલ કે, કાર્ડિયાક સાથે જોડાયેલી કોઇ સમસ્યાથી પીડિતા હો તો રિકવરી બાદ તેનો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઇએ.  વધુ ગંભીર લક્ષણો ધરાવતા લોકોએ ક્રિએટિનિન, લિવર કિડની ફંકશન ટેસ્ટ પણ કરાવવો હિતાવહ છે.


igG એન્ટીબોડી ટેસ્ટ: સંક્રમિત થયા બાદ શરીર સહાયક એન્ટીબોજી જનરેટ કરે છે. જે ભવિષ્યમાં થતાં સંક્રમણને રોકે છે. એન્ટીબોડી લેવલનું નિધારણ ન માત્ર ઇમ્યૂન આધારિત સુરક્ષાને સમજવામાં આપની મદદ કરે છે. પરંતુ આ ખાસ તે સમયે મદદરૂપ થાય છે જ્યારે પ્લાજ્મા ડોનેશનના લાયક આપ બની ગયા હો. સામાન્ય રીતે એન્ટીબોડી ક્રિએટ થતાં 2 સપ્તાહનો સમય લાગે છે. એટલા માટે સૂંપૂર્ણ રિકવરી માટે રાહ જુઓ.જો આપ પ્લાજ્મા ડોનેટ કરવા ઇચ્છતા હો તો એક મહિનાની અંદર ટેસ્ટ કરાવો અને આ આ ડોનેશન માટેનો આદર્શ સમય છે.


CBC ટેસ્ટ: કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ એક પ્રાથમિક ટેસ્ટ છે. જે રક્ત કોશિકાના વિભિન્ન પ્રકાર જેવી કે સફેદ રક્ત કોશિકા, લાલ રક્ત કોશિકા, પ્લેટલેટસને માપે છે અને એક સમજ આપે છે કે, આપની કોરોના વાયરસની સામે કેવી સારી પ્રતિક્રિયા છે.એક રીતે આપે વધુ ઉપાય માટે માર્ગદર્શન કરી શકે છે. જેની સાજા થયા બાદ આપને જરૂર રહે છે.


કોલેસ્ટ્રોલ ટેસ્ટ: વાયરસના સંક્રમણ બાદ ક્લોટિંગનું જોખમ રહે છે. તેથી કોવિડ-19ના સંક્રમણમાં આ ટેસ્ટ પણ હવે જરૂરી છે.