નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના (Corona Cases India)  રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યું છે. જોકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું હતું. જેમાં ડબલ માસ્ક (Double Mask) પહેરવાથી કોરોના વાયરસને ફેલાવાથી 95 ટકા સુધી રોકી શકાતો હોવાનું તારણ નીકળ્યું હતું. હાલની સ્થિતિમાં જો તમામ લોકો ડબલ માસ્ક પહેરે તો સ્થિતિ ઝડપથી સુધરી શકે છે. રવિવારે સરકારે ડબલ માસ્ક પહેરતી વખતે શું કરશો અને શું ન કરશો તેને લઈ માહિતી આપી હતી.


શું કરશો



  • ડબલ માસ્ક સર્જિકલ માસ્ક હોવું જોઈએ. ડબલ અથવા ત્રિપલ લેયર ક્લોથ માસ્ક પણ સારું છે.

  • માસ્ક નાકને બરોબર ઢાંકે તે રીતે પહરેવું જોઈએ.

  • માસ્ક પહેરર્યા બાદ શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખો.


શું ન કરશો



  • એક જ પ્રકારના બે માસ્ક સાથે ન પહેરો.

  • સતત બે દિવસ સુધી કોઈ માસ્ક ન પહેરો.

  • કોટન માસ્કને સતત ધોતા રહો અને લાંબા સમય સુધી ન પહેરો.


અમેરિકન સેન્ટર ઓફ ડિસીઝ એન્ડ પ્રિવેંશન મુજબ કોરોના વાયરસથી બચવા માટે ડબલ માસ્ક પહેરેવું શ્રેષ્ઠ વિકલ્પ છે. સીડીસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટડી મુજબ, કોવિડ-19થી બચવા ડબલ માસ્ક વધારે સુરક્ષિત છે. સ્ટડીમાં જોવા મળ્યું કે ડબલ માસ્ક વધારે સુરક્ષા આપે છે અને કોરોનાને ફેલાવાથી રોકે છે. એક્સપર્ટના કહેવા મુજબ જો તમે એન 95 અથવા કેએન95 માસ્ક પહેર્યુ હોય તો તમારે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી.



ચા પીવાથી કોરોના થતો અટકાવી શકાય છે અને સંક્રમિત વ્યક્તિ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા


Maharashtra Lockdown: ગુજરાતને અડીને આવેલું આ રાજ્ય 31 મે સુધી લંબાવશે લોકડાઉન ?


મોદી સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે, રસીકરણ રાજ્યો પર છોડી દીધું, જાણો કયા ટોચના નેતાએ લગાવ્યો આરોપ