cornavirus:કોરોનાની મહામારીની બીજી લહેરમાં રોજ હજારોની સંખ્યામાં મોત થઇ રહ્યાં છે. જો કે રિકવરી રેટમાં પહેલાથી સુધારો આવ્યો છે. જો કે, કોરોનામાં સ્ટીરોઇડના ઉપયોગના કારણે અન્ય કેટલીક સમસ્યા ઉભી થઇ રહી છે. આ મુદ્દે મેયો ક્લિનિકના એમડી વેસેન્ટ રાજકુમારે લોકોને આડેધડ સ્ટીરોઇડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
ડો, વિસેન્ટ રાજકુમારે લખ્યું કે, ભારતમાં એવા યુવા દર્દીઓના મોત થઇ રહ્યાં છે. જેના સરળતાથી રિકવરી થઇ જવું જોઇએ. આ માટે હું ભારતીય ડોક્ટરને આગ્રહ કરુું છું કે, ઇલાજમાં સ્ટીરોઇડનો ઉપયોગ ઓછો કરી દે. સ્ટીરોઇડ માત્ર હાઇપોક્સિક દર્દી માટે જ ફાયદાકારક નિવડે છે. શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડ આપવાથી દર્દીને નુકસાન થાય છે.
ટવિટ કરતા તેમણે લખ્યું કે, કોરોના વાયરસ પહેલા સપ્તાહમાં શરીરમાં વિભાજીત થઇ રહ્યું હોય છે. આ સમયે જો દર્દીને સ્ટીરોઇડ આપવામાં આવે તો તેની ઇમ્યૂન સિસ્ટમ પર દબાણ વધે છે અને તેના કારણે વાયરસ વધુ ઝડપથી શરીરમાં ફેલાઇ છે. સ્ટીરોઇડ કોઇ એન્ટી વાયરલ દવા નથી. રિકવરી સમયે સ્ટીરોઇડના કારણે એવા લોકોના વધુ મોત થયા છે . જે હાઇપોક્સિક ન હતા.
ડો. વિસેન્ટ રાજકુમારે લખ્યું કે, કોરોના સંક્રમણમાં હાઇપોક્સિયા દર્દીના ફેફસાંના સંકેત આપે છે. શરૂઆતી સ્ટેજમાં આ થનાર ક્ષતિને આપણી ઇમ્યુન સિસ્ટમ નિયંત્રિત કરી શકે છે.માત્ર હાઇપોક્સિયામાં જ કોઇ દર્દીને માત્ર સ્ટીરોઇડના ડોઝ આપવામાં આવે છે. તેમને જણાવ્યું કે, રિકવરી પિરિયડમાં વધુમાં વધુ 5 દિવસ સુધી ડેક્સામૈથાસોન 6mgના દર્દીને અપાય છે. સ્ટીરોઇડના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ અનિયંત્રિત થઇ જાય છે ઉપરાંત અન્ય બેકેટેરિયાનો ખતરો પણ વધી જાય. છે.