corona,  virus:માથામાં દુખાવો, ગળામાં ખરાશ, આ ગળાના સામાન્ય લક્ષણો છે. જો કે ડેલ્ટા ન્યુ વેરિયન્ટમાં નવા કેટલાક લક્ષણો સામે આવ્યાં છે. આ વેરિયન્ટ વધુ સંક્રામ હોવાથી બીજાને ઝડપતી સંક્રમિત કરી શકે છે. 


એક્સપર્ટના મત મુજબ જો કોઇ પણ વ્યક્તિ આ મુજબના કોઇ લક્ષણો અનુભવે તો તેમને કોવિડ ટેસ્ટ કરાવવો જોઇએ. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ ખાંસી, લોસ ઓફ સ્મેલ સહિતના કેટલાક એવા લક્ષણો છે. જેને નજરઅંદાજ ન કરી શકાય  ઉપરાંત ડેલ્ટા ન્યુ વેરિયન્ટમાં ધ્રુજારી આવવી, ભૂખ ન લાગવી, ભારે શરદી જેવા લક્ષણો પણ જોવો મળ્યાં છે. 


 પ્રોફેસર સ્પેક્ટર કહે છે કે, એવું લાગે છે કે,  આ ઇન્ફેકશન થોડું અલગ રીતે કામ કરે છે. લોકોને લાગે છે તેને સિઝનલ ફ્લૂ થયું છે અને તે લાપરવાહ બનીને ફર્યાં કરે છે. તેનાથી સંક્રમણ અન્ય લોકોમાં ફેલાય છે. આવું વલણ મોટી સમસ્યાને આમંત્રણ આપે છે. 


ડેલ્ટા ન્યુ વેરિયન્ટમાં ભારે શરદી, સુસ્તી મહેસૂસ થવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ફ્લૂ જેવા નોર્મલ લક્ષણો પણ દેખાય તો કોવિડનો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ. યૂકેમાં કોવિના ન્યુ વેરિયન્ટમાં કેટલાક અલગ અલગ લક્ષણો જોવા  મળ્યા હતા. જેમાં માથામાં દુખાવો માંસપેશીમાં દુખાવો, ભૂખ લાગવી, જેવી કેટલીક સમસ્યાઓ સામેલ છે. ૉ


સરકારી આદેશની માનીએ તો સતત આવતી ખાંસી, શરીરનું વધુ તાપમાન અને લોસ ઓફ ટેસ્ટ, સ્મેલ, સૌથી વધુ સાંકેતિક લક્ષણો છે. તેમાંથી કેટલાક અન્ય લક્ષણો કોવિડ -19થી જોડાયેલા હોય છે. જો આપ લક્ષણોને લઇને ચિંતિત હો તો ડોક્ટરની મદદ લેવી હિતાવહ છે. અત્યાર સુધી કોવિડ -19માં ભારે શરદીના લક્ષણો  નહતા જોવા મળ્યાં પરંતુ કોવિડના ડેલ્ટા ન્યૂ વેરિયન્ટમાં આ લક્ષણો જોવા મળ્યાં છે.  


દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે  છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે.  


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.


દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.