કોલકાતાઃ બોલિવૂડ અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના ભડકાઉ ભાષણ મામલે કોલકાત પોલીસ આજે તેની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછ વર્ચુઅલ થઈ રહી છે. મિથુન પર બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ગંદી અને ગેરબંધારણીયા ભાષાના ઉપયોગનો આરોપ છે.

Continues below advertisement

બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મિથુન ચક્રવર્તી પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લગાવતાં તેની સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. માણિકતલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ સાત માર્ચના રોજ ભાજપમાં સામેલ થયા બાદ આયોજિત રેલીમાં ચક્રવર્તીએ તને મારીશ તો લાશ સ્મશાનમાં પડશે અને સાપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો જેવા સંવાદ બોલ્યા હતા. જે બાદ રાજ્યમાં હિંસા થઈ હતી.

ચૂંટણી પરિણામ જાહેર થા બાદ મિથુન ચક્રવર્તીએ એફઆઈઆર સામે કોલકાતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં એફઆઈઆર રદ્દ કરવા વિનંતી કરી હતી.

Continues below advertisement

અભિનેતા મિથુન ચક્રવર્તીનો જન્મ કોલકાતામાં થયો હતો. મૃણાલ સેનની ફિલ્મ 'મૃગયા'થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનારા મિથુન ચક્રવર્તીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન ચક્રવર્તીને આજે પણ તેમની ફિલ્મોમાં કરેલા ડાન્સને આધારે યાદ કરાય છે. મિથુન ચક્રવર્તીને ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. તેમની ફિલ્મ 'શુકનો લંકા' પહેલી એવી બાંગ્લા ફિલ્મ હતી જે આખા દેશમાં એકસાથે રિલીઝ થઈ હતી. 'ડિસ્કો ડાન્સર' અને 'ડાન્સ ડાન્સ' જેવી ફિલ્મોથી નવી ઊંચાઈ સિદ્ધ કરનારા મિથુને અનેક મુસીબતો અને મુશ્કેલીઓ વેઠી છે.  તેઓ ડાન્સને એક પૂજા સમાન માને છે અને નિયમિત રીતે તેનો અભ્યાસ કરતા રહે છે.

મિથુન ચક્રવર્તીની ફિલ્મોમાં ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન, બંસરી, પ્રેમવિવાહ, કિસ્મત કી બાજી, હમ પાંચ, હમ સે બઢકર કૌન, શૌકીન, તકદીર, ગુલામી, પરિવાર, બીસ સાલ બાદ, ગુરુ, પ્યાર કા દેવતા, આદમી, દલાલ, મર્દ, માફિયારાજ, ગોલમાલ-3, OMG- ઓ માય ગોડ સહિત અનેકનો સમાવેશ થાય છે.

મિથુન ચક્રવર્તી મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 2014ની એ રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીમાં ક્રોસ વોટિંગ થયું હતું અને તૃણમૂલ કૉંગ્રેસના વધારાના ઉમેદવાર તરીકે મિથુન ચક્રવર્તી રાજ્યસભામાં પહોંચ્યા હતા.