નવી દિલ્હી: ચીનથી એરલિફ્ટ કરી આશરે 650 ભારતીયોમાંથી પાંચ નાગરિકોમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. આ પાંચ નાગરિકોને માનેસર સ્થિત આઈસોલેશન સેન્ટરથી દિલ્હી કેંટના બેસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાણકારી મુજબ આ પાંચ નાગરિકોમાં શર્દી અને ઉધરસના લક્ષણ જોવા મળ્યા છે. તમામના સેમ્પલ તપાસ માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ એકની રિપોર્ટ નેગેટિવ આવી છે. બાકી ચારના રિપોર્ટ આવવાના બાકી છે.


બે અઠવાડીયા પહેલા ચીનથી પરત ફરેલા બે લોકોને કેરલની કોટ્ટયમના સરકારી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચીન જવાથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. સાથે જ સરકારે કહ્યું કે જે પણ વ્યક્તિ 15 જાન્યુઆરી 2020થી ચીન ગયા છે, તેમની સાથે મુસાફરી કરવાથી બચવું જોઈએ.

કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો રહ્યો છે. ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થયા છે.