મોદીએ કહ્યું, દિલ્હીના લોકોએ પહેલા દેશને બદલ્યો હવે વોટ દ્વારા દિલ્હીને બદલશે. 21મી સદીનું ભારત નફરતની રાજનીતિથી નહીં વિકાસની રાજનીતિથી ચાલશે. દિલ્હીના વિકાસ માટે ભાજપ જરૂરી છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ હિન્દુસ્તાનની ધરોહર છે. જે ભારતના વિવિધ રંગોને એક જગ્યાએ રાખતી જીવિત પરંપરા છે.
પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી દિલ્હીના આ ગૌરવને 21મી સદીની ઓળખ અને શાન આપવાનો સંકલ્પ છે. આ ચૂંટણી દાયકાની પ્રથમ ચૂંટણી છે. જે 21મી સદીના ભારત અને 21મી સદીના ભારતની રાજધાનીનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપ જે કહે છે કરે છે. ઝૂંપડાની જગ્યાએ પાકા મકાન બનાવાશે. કોલોનીના વિકાસ માટે બોર્ડ બનાવાશે. અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ નથી થઈ રહી તે જોઈને દુખ થાય છે. કેન્દ્ર સરકારે બે કરોડ ઘર બનાવ્યા પરંતુ એક પણ ઘર દિલ્હીમાં બની શક્યું નથી.
20 વર્ષમાં તમે ઘણું બધુ જોયું છે. હવે દિલ્હીમાં ભાજપનું આવવું જરૂરી છે. જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે ત્યારે દેશભરમાં અમે જે કામ કરી રહ્યા છીએ તે કામ દિલ્હીમાં પણ સરળતાથી કરી શકાશે.
પીએમ મોદીએ કહ્યું, સીલમપુર હોય કે જામિયા, કે પછી શાહિન બાગ. છેલ્લા ઘણા દિવસોથી સિટીઝનશિપ અમેંડમેંટ બિલને લઈ પ્રદર્શન થઈ રહ્યા છે. શું આ પ્રદર્શનો માત્ર એક સંયોગ છે ? ના, આ એક પ્રયોગ છે. તેની પાછળ રાજનીતિની એક એવી ડિઝાયન છે જે રાષ્ટ્રના સૌહાર્દને ખંડિત કરે છે. જો માત્ર એક કાનૂનો વિરોધ હોત તો સરકારના તમામ આશ્વાસનોથી સમાપ્ત થઈ જાત. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો તેને ભડકાવી રહ્યા છે. બંધારણ અને તિરંગાને સામે રાખીને જ્ઞાન વહેંચવામાં આવી રહ્યું છે અને અસલી કાવતરાથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે.
અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત
INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગત
INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર