દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 903 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી બુધવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,14,38,734 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,10,45,284 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,34,406 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,044 પર પહોંચ્યો છે.


દેશમાં 3 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. 


લેટેસ્ટ આંકડા અનુસાર, હવે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ 14 લાખ 38 હજાર 734 થઈ ગી છે. કુલ એક લાખ 59 હજાર 44 લોકોના મોત થયા છે. એક કરોડ 10 લાખ 45 હજાર 284 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખઅયા વધીને 2 લાખ 34 હજાર 406 થઈ ગઈ છે એટલે કે આટાલ લોકો હજુ પણ સંક્રમિત છે. 


મહારાષ્ટ્રમાં સંક્રમણના 17864 નવા કેસ


મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના નવા 17864 નવા કેસ સામે આવ્યા છે જે આ વર્ષના સૌથી વધારે છે. તેની સાથે જ 87 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 2347328 થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા 52996 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કોરોના વાયરસને મ્હાત આપીને 2154253 દર્દી ઠીક થઈ ગયા છે અને હાલના કુલ એક્ટિવ કેસની સંખ્યા 138813 છે. 


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.39 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકા છે. એક્ટિસ કેવ 1.96 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 11માં સ્થાન પર છે. 


કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી વિશ્વમાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતમાં થઈ છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારતનો નંબર આવે છે.