નવી દિલ્હીઃ દુનિયાની સાથે સાથે હવે ભારતામાં પણ કોરોના વાયરસનુ સંકટ ધીમે ધીમે વધી રહ્યું છે. દેશમાં કાતિલ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો આવ્યો છે, એકજ દિવસમાં 272 દર્દીઓ વધ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિત લોકોનો આંકડો વધીને હવે 1600ને પાર પહોંચી ગયો છે.



હાલના રિપોર્ટ પ્રમાણે દેશમાં કોરોનાથી સંક્રમિતો લોકોની સંખ્યા 1613 છે, જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યો છે, અને 148 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

કોરોના સંક્રમિતોની સતત વધતી સંખ્યાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં લોકો સહકાર નથી આપી રહ્યાં જેના કારણે સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે.