નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1613 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે જ્યારે 148 લોકો સાજ થઈ ગયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી હી છે. મહારાષ્ટ્રમાં મંગળવારે એક જ દિવસમાં 72 નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 302 સુધી પહોંચી ગઈ છે.


કેરળમાં કોરોના વાયરસના ગઈકાલે સાત નવા કેસ સામે આવ્યા હતા. ત્યરા બાદ અહીં સંક્રમિત લોકોની સંખ્યા 241 થઈ ગઈ છે. તમિલનાડુમાં ગઈકાલે 55 નવા કેસ આવ્યા હતા. તેમાંથી 50 એ છે જેમણે દિલ્હીના નિજામુદ્દીન મરકજ સમ્મેલનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 124 થઈ ગઈ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ આજે 23 લોકો કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 23 નવા કેસ સાથે દિલ્હીમાં સંક્રમિત લોકોની સંખ્યા 120 થઈ ગઈ છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 101, યૂપીમાં 101, રાજસ્થાનમાં 93, તેલંગાણામાં 92, ગુજરાતમાં 74, એમપીમાં 66, જમ્મુ અને કાશ્મીરમાં 55, હરિયાણામાં 43, પંજાબમાં 41, આંધ્ર પ્રદેશમાં 40, પશ્ચિમ બંગાળમાં 27, બિહારમાં 21, ચંદીગઢમાં 13, લદ્દાખમાં 13, આંદામાન નિકોબારમાં 10, છત્તીસઘડમાં 8, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, હિમાચલ પ્રદેશમાં 3, ઓડિશામાં 3, અસમ, ઝારખંડ, મણિપુર, મિઝોરમ અને પુડુચેરીમાં એક એક લોકો કોરોનાથી સંક્રમિત છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ ધાર્મિક જામવડા દરમિયાન કોરોના વાયરસથી સંક્રમણ ફેલાવવાની આશંકાઓ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, આ સમય કોઈની ભૂલ શોધવાનો નથી પરંતુ સંક્રમણને રોકવા માટે કામ કરવાનો છે.