સ્વાસ્થ્ય વિભાગ મુજબ, દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,09,938 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને તેમાંથી 3,65,866 લોકો ઠીક થઈ ગયા છે. હાલ 37,369 એક્ટિવ કેસ છે.
મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા થોડા દિવસોથી કોવિડ-19ના નવા મામલામાં વધારો થયો છે અને તેને મહામારીની ત્રીજી લહેર કહી શકાય છે. પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી, સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું, શહેરમાં કોવિડ-19 દર્દીઓ માટે બેડની અછત નથી, કેટલીક ખાનગી હોસ્પિટલોમાં વેંટિલેટર યુક્ત આઈસીયુ બેડની તંગી છે, તેનું નિરાકરણ પણ એક બે દિવસમાં લાવી દેવામાં આવશે.