સાઉથ ઈસ્ટર્ રેલવે માટે અમ્યુનિશન લેવા દિલ્હી આવેલી આ ટુકડી 13 એપ્રિલના પાર્શલ સ્પેશ્યલ ટ્રેન 00326થી નવી દિલ્હીથી હાવડા માટે રવાના થયા. હવાડા પહોંચ્યા બાદ આ ટુકડી આરપીએફની એક બસથી 14 એપ્રિલે બપોરે 1.30 વાગ્યે ખડકપુર પહોંચ્યા હતા. જેમાં કેટલાક જવાનો રસ્તામાં નોકરી સ્થળ પર ઉતરી ગયા હતા. રેલવે મુજબ આ જવાનોને પોત-પોતાના નોકરી સ્થળ પર જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
ખડકપુર પહોંચેલી આ ટુકડીનો એક જવાન બીજી પાર્સલ ટ્રેનથી 14 એપ્રિલની રાત્રે બાલાસોર પહોંચ્યો હતો. બીજા દિવસે આ જવાનને તાવ આવ્યો હતો. 16 તારીખે કોવિડ 19 ટેસ્ટ થયો. 20 એપ્રિલે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ટુકડીના એક જવાનનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીથી પરત આવેલા તમામ જવાનનો ટેસ્ટ થયો હતો. જેમાં 8 અન્ય જવાન પણ કોવિડ 19 પોઝિટિવ નિકળ્યા હતા. કુલ 24 જવાનનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે. અન્ય 4 જવાનનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે.
આરપીએફનું કહેવું છે કે ખડકપુર પહોંચ્યા બાદ જવાનોને પોત-પોતાના નોકરી સ્થળ પર જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને રાસ્તામાં પબ્લિકના સંપર્કમાં નથી આવ્યા. આ વાતની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે કે આરપીએફ ટુકડી કોરોના સંક્રમિત કઈ રીતે થઈ.