નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે આજે કહ્યું કે, તમિલનાડુમાં છેલ્લા એક સપ્તાહથી એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. જે ચિંતાની વાત છે.
લવ અગ્રવાલે કહ્યું કે, 11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે, અહીં 5,98,625 એક્ટિવ કેસ છે. જ્યારે 5,21,683 એક્સિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા, 4,42,550 એક્ટિવ કેસ સાથે કેરળ ત્રીજા ક્રમે છે. 1,17,373 કેસ સાથે ગુજરાત એક લાખથી વધુ એક્ટિવ કેસવાળા રાજ્યોમાં નવમાં ક્રમે છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
કુલ મોત - 2 લાખ 66 હજાર 207
છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,30,17,193 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14 મે ના રોજ 16,93,093 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.