કોલકાતાઃ દેશમાં કોરોના વાયરસ વકરતો અટકે તે માટે અનેક રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. પશ્ચિમ બંગાળે પણ 30 મે સુધી લોકડાઉન લાદવાનો ફેંસલો કર્યો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. આવતીકાલથી 30 મે સુધી જરૂરી સેવાઓ છોડીને તમામ બંધ રહેશે.
શું ચાલુ રહેશે અને શું બંધ
- કરિયાણાની દુકાન, શાકભાજીની દુકાનો સવારે 7 થી 10 ખુલ્લી રહેશે.
- બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- લગ્નમાં 50 થી વધારે વ્યક્તિને મંજૂરી આપવામાં નહીં આવે.
- સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે.
- ચા ના બગીચા 50 ટકા શ્રમિકા સાથે ખુલ્લા રાખી શકાશે.
- માત્ર ઈમરજન્સી સેવા માટે ટેક્સી અને ઓટો તવી શકાશે. લોકલ ટ્રેન, બસ અને મેટ્રો બંધ રહેશે.
- ધાર્મિક-રાજકીય મેળાવડા નહીં કરી શકાય.
આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસ 1,31,792 છે. જ્યારકે 9,50,017 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. જ્યારે 12,993 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
- કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
- કુલ મોત - 2 લાખ 66 હજાર 207
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,30,17,193 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14 મે ના રોજ 16,93,093 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |