નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને લઈ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, અન્ય દેશોની સરખામણીએ ભારતમાં આછો છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં છેલ્લા 2 દિવસમાં લગભગ 40 હજાર જેટલા કેસ સામે આવી રહ્યાં છે, આપણે દેશમાં તેવી સ્થિતિ નથી. દેશમાં મૃત્યુંદર પણ ઓછો છે.
રણદીપ ગુલેરિયાએ કહ્યું , “અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોના કેસમાં વૃદ્ધી વધારે નથી થઈ. આપણે ત્યાં સંખ્યા વધારે નથી. પ્રતિ મિલિયનની આબાદી પર કેસ ઓછા છે અને અહીં મૃત્યુદર પણ ઓછો છે. ”
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 15,685 લોકોના મોત થયા છે. 2,95,881 લોકો સાજા થઈ ગયા છે અને 1,97,387 એક્ટિવ કેસ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 18,552 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 384 લોકોના મોત થયા છે. સતત ચોથા દિવસે 15000થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા એક લાખ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો જ્યારે 27 જૂનના રાજ પાંચ લાખ આંકડા સુંધી પહોંચવામાં માત્ર 39 દિવસ લાગ્યા.
ICMRના જણાવ્યા મુજબ, 26 જૂન સુધીમાં કુલ 79,96,707 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે શુક્રવાર, 26 જૂનના રોજ 2,20,479 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ: AIIMS ડિરેક્ટરે કહ્યું- અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોના કેસ અને મૃત્યુદર ઓછો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2020 04:28 PM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 15,685 લોકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -