UP Board Result 2020: 10 અને 12 બોર્ડનું પરિણામ થયું જાહેર, રિયા જૈને ધો.10મા અને અનુરાગ મલિકે ધો.12મા મારી બાજી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jun 2020 02:17 PM (IST)
ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે, આ વખતનું રિઝલ્ટ ગત વર્ષ કરતાં સારું રહ્યું છે. 10મા બોર્ડમાં 83.31 ટકા વિદ્યાર્થી પાસ થયા છે.
લખનઉઃ યૂપી બોર્ડ 10 અને 12નું પરિણામ જાહેર થઈ ચુક્યુ છે. 10મા અને 12મા બોર્ડનું રિઝલ્ટ રાજ્યના ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ જાહેર કર્યુ હતું. સ્ટુડન્ટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઇટના હોમપેજ પરથી યૂપી બોર્ડના 10મા અને 12માનું પરિણામ ચેક કરી શકે છે. ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે, આ વખતનું રિઝલ્ટ ગત વર્ષ કરતાં સારું રહ્યું છે. 10મા બોર્ડમાં 83.31 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. છોકરીઓનું પરિણામ 10મા અને 12મા બંનેમાં છોકરાની તુલનામાં સારું રહ્યું છે. ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે, રાજ્યમાં 52 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. 21 દિવસમાં પેપર ચેર કરવા કોઈ પડકારથી ઓછું નહોતું. શર્માએ કહ્યું આ વખતે 18 ફેબ્રુઆરીના રોજ 10મા અને 12માની પરીક્ષા શરૂ થઈ હતી. 10માની પરીક્ષા 3 માર્ચે અને ઈન્ટરની પરીક્ષા 6 માર્ચે સમાપ્ત થઈ હતી. બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ upresults.nic.in પરથી પરિણામ ચેક કરી શકાય છે. 10મા ધોરણમાં રિયા જૈન અને 12મા ધોરણમાં અનુરાગ મલિકે બાજી મારી છે.