દિલ્હીમાં શાળાઓ ફરી ખોલવી કે નહીં તે મામલે ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં લોકાડાઉન દરમિયાન વિવિધ માધ્યમોથી શિક્ષા ચાલુ રાખવા સંબંધિત અનુભવો પર ચર્ચા થઈ હતી. તે દરમિયાન 31 જુલાઈ સુધી સ્કૂલો બંધ રાખવાના નિર્ણય પર પણ સહમતિ બની હતી.
કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 73 હજારને પાર પહોંચી ગઈ છે. હાલમાં 26586 એક્ટિવ કે છે, જ્યારે 44765 દર્દીને ડિસ્ચાર્જ અને 2429 ના મો થયા છે.